આ 3 ભારતીય ક્રિકેટર પર ટીમમાંથી બહાર થવાનો ખતરો
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર 5 T20 મેચોની સિરીઝ રમી રહી છે. સિરીઝની પ્રથમ બે મેચ રમાઈ ચૂકી છે.
પ્રથમ મેચમાં ભારતીય ટીમને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી T20 મેચમાં ટીમે જોરદાર વાપસી કરી અને 100 રનથી જીત હાંસલ કરી હતી.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં છે. IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં ચાન્સ મળ્યો છે.
T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહેલા યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબેની પણ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદગી થઈ હતી. પરંતુ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી.
આ કારણોસર BCCIએ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ બે T20 મેચ માટે સાઈ સુદર્શન, હર્ષિત રાણા અને જીતેશ શર્માની ટીમમાં પસંદગી કરી હતી.
હવે સિરીઝની પ્રથમ બે મેચ રમાઈ ચૂકી છે. તેમાં માત્ર સાઈ સુદર્શનને જ રમવાની તક મળી હતી. જ્યારે હર્ષિત રાણા અને જીતેશ શર્મા તક નહોતી મળી.
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબે ભારતીય ટીમમાં જોડાતા સાઈ, હર્ષિત અને જીતેશ પર ટીમમાંથી બહાર થવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.
BCCIએ આ અંગે કોઈ નિર્ણય નથી લીધો. જો આ 3 ખેલાડીઓ ટીમમાં રહેશે તો BCCIએ નવી ટીમ જાહેર કરવી પડશે. BCCI આ 3 ખેલાડીઓને ટીમમાંથી બહાર કરીને ટીમ સાથે જોડાઈ રહેવાનો આદેશ આપી શકે છે.
ભારતીય ટીમ - શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.