IPL 2025ની સીઝનમાં બન્યા આ ખાસ 18 રેકોર્ડ, વાંચો લિસ્ટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલીવાર IPL ટાઇટલ જીત્યું. અગાઉ ૩ વાર ફાઇનલમાં પહોંચ્યું પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો

૧૪ વર્ષના સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ કર્યું, એટલું જ નહીં IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન પણ બન્યો

વિરાટ કોહલીએ IPLના ઇતિહાસમાં 1000થી વધુ બાઉન્ડ્રી ફટકારી. ઉપરાંત તેના નામે સૌથી વધારે ચોગ્ગા ફટકારવાનો પણ રેકોર્ડ

IPLના ઇતિહાસમાં પહેલીવાર એક જ સિઝનમાં કુલ 63 હાફ સેન્ચુરી ફટકારવામાં આવી. IPLમાં પહેલીવાર છે જ્યારે કોઈ ટીમે મુંબઈ ઇન્ડિયન્સ સામે 200+ના લક્ષ્યને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો

IPLમાં પહેલીવાર એવું બન્યું કે CSK પોઈન્ટ ટેબલમાં ૧૦મા ક્રમે રહ્યું. KL Rahul એક માત્ર ખિલાડી છે જેણે IPLની ત્રણ ટીમો માટે સદી ફટકારી છે.

SRHના અભિષેક શર્માએ 55 બોલમાં 141 રનની તોફાની સદી ફટકારી હતી, જે ભારતીય ખેલાડી દ્વારા બનાવમાં આવેલ સૌથી વધુ સ્કોર છે.

IPLનો કોઈ ખેલાડી જેને એકથી વધુ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હોય તો તે કુણાલ પંડ્યા છે. સાઈ સુદર્શન ઓરેન્જ કેપ જીતનાર IPLનો સૌથી નાની વયનો બેટ્સમેન છે

આ સિઝનમાં બેંગલોર બહાર રમાયેલી બધી 7 મેચ RCBએ જીતી હતી. પહેલીવાર કોઈ ટીમે તેના હોમ ગ્રાઉન્ડની બહાર રમાયેલી બધી મેચ જીતી હતી

IPLમાં સૌથી વધુ મેચ જિતવાનો રેકોર્ડ મુંબઈ ઇન્ડિયન્સના નામે છે જેને 150 મેચ જીતી છે. કોઈ ખેલાડી સતત બે ફાઇનલમાં કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હોય તો તે શ્રેયસ ઐયર છે

વૈભવ સૂર્યવંશીએ માત્ર ૩૫ બોલમાં સદી ફટકારીને IPLમાં ભારતીય ખિલાડી દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવનો રેકોર્ડ પોતાના નામે કર્યો

શ્રેયસ ઐયર IPL ઇતિહાસમાં પ્રથમ ખેલાડી છે જેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ૩ અલગ અલગ ટીમોને ફાઇનલમાં પહોંચાડી છે

કોઈ બોલરના બોલ પર સૌથી વધુ સિક્સ ફટકારાઇ હોય તો તે રાશીદ ખાન છે, તેણે 15 મેચ રમી અને તેના બોલ પર બેટ્સમેનોએ કુલ 33 સિક્સર ફટકારી હતી