બોલિવૂડમાં ફિલ્મોની કાસ્ટિંગ બદલાવી કે કોઈ એક્ટરનું પ્રોજેક્ટ છોડવું નવી વાત નથી, પરંતુ જ્યારે કોઈ સુપરસ્ટાર છેલ્લી ઘડીએ ફિલ્મમાંથી બહાર થઈ જાય ત્યારે મોટો વિવાદ ઊભો થાય છે.
સોર્સ : google
તાજેતરમાં જ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ સોમવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જાહેરાત કરી છે કે, રણવીર સિંહ 'ડૉન ૩' (Don 3) માંથી છેલ્લી ઘડીએ પાછળ હટી જતાં હવે FWICE ના તમામ ચાર લાખ સભ્યો તેમની સાથે કામ નહીં કરે.
સોર્સ : google
'ડૉન ૩' ને લઈને રણવીર સિંહ અને ડિરેક્ટર ફરહાન અખ્તર વચ્ચેનો વિવાદ અત્યારે ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો વિવાદ બની ગયો છે. અહેવાલો અનુસાર, રણવીર સિંહે ફિલ્મ મેકર્સ સાથે 'ક્રિએટિવ મતભેદો' (Creative Differences) ને કારણે છેલ્લી ઘડીએ આ મેગા પ્રોજેક્ટ છોડી દીધો.
સોર્સ : google
કરીના કપૂર ખાનને સાઉથ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ 'ટોક્સિક'માં એક મહત્વનો રોલ ઓફર થયો હતો. ફિલ્મમાં યશની બહેનનો રોલ કરવાની હતી, જે વાર્તાનું મુખ્ય કેન્દ્રબિંદુ હતો. પરંતુ શૂટિંગ શિડ્યુલ અને ડેટ્સની સમસ્યાના કારણે કરીનાએ આ પ્રોજેક્ટમાંથી પાછળ હટવું પડ્યું હતું.
સોર્સ : google
કરીના કપૂર ઋત્વિક રોશનની બ્લોકબસ્ટર ફિલ્મ 'કહો ના... પ્યાર હૈ' થી બોલિવૂડમાં ડેબ્યુ કરવાની હતી. ફિલ્મ પર કામ શરૂ પણ થઈ ગયું હતું અને કરીનાએ કેટલાક સીન શૂટ પણ કર્યા હતા, પરંતુ કોઈ કારણોસર તેણે ફિલ્મ છોડી દીધી.
સોર્સ : google
વર્ષ 2011 માં કાર્તિક આર્યનની કરણ જોહરની ફિલ્મ 'Dostana 2માંથી એક્ઝિટ ભારે ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં કાર્તિકની સાથે જ્હાન્વી કપૂર અને લક્ષ્ય લાલવાની લીડ રોલમાં હતા અને ફિલ્મનું ઘણું શૂટિંગ પણ થઈ ગયું હતું. અચાનક ધર્મા પ્રોડક્શન્સે કાર્તિકને બહારનો રસ્તો બતાવી દીધો હતો.
સોર્સ : google
કરણ જોહરના સૌથી મહત્વાકાંક્ષી અને બિગ બજેટ પ્રોજેક્ટ 'શુદ્ધિ' (Shuddhi) માં ઋત્વિક રોશન મુખ્ય રોલમાં નજર આવવાનો હતો. આ ફિલ્મને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ હતો, પરંતુ વર્ષ ૨૦૧૪ની શરૂઆતમાં હૃતિક રોશને સત્તાવાર રીતે આ હાઈ-બજેટ ફિલ્મથી પોતાનો છેડો ફાડી લીધો હતો