આચાર્ય ચાણક્ય અનુસાર,ઘરમાં ખુશી રહે છે તે માટે વ્યક્તિ સતત પ્રયત્ન કરે છે.

આચાર્ય ચાણક્ય કહે છે ઘરમાં ખુશીઓ ત્યારે રહે છે, જ્યારે પરિવારમાં બધાની વાતોનું માન રાખવામાં આવે.

આ ઉપરાંત જે પરિવારમાં ઈમાનદારીથી પૈસા કમાવનારા રહેતા હોય, ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ચાણક્ય અનુસાર, જે ઘરમાં મહેમાનનું માન-સન્માન થાય છે, ત્યાં ઘરમાં હંમેશા સકારાત્મકતા બની રહે છે.

જે ઘરમાં પુત્ર અને પુત્રીઓ બુદ્ધિશાળી હોય અને પત્ની શાંત સ્વભાવની હોય ત્યાં હંમેશા ખુશીઓ રહે છે.

જે ઘરમાં મહિલાને દેવી સમાન માનવામાં આવે છે, ત્યાં હંમેશા ખુશીઓ રહે છે.