જ્યોતિષીય ગણતરીઓ મુજબ, આગામી વર્ષ 2026 સિંહ રાશિના જાતકો માટે કસોટીની એરણે રહેવાનું છે.
સોર્સ : Google
સૂર્યના આધિપત્ય વાળી આ રાશિ માટે નવું વર્ષ અનેક પડકારો લઈને આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક સંબંધોમાં ભારે સાવધાની રાખવાની જરૂર પડશે.
સોર્સ : Google
વર્ષ 2026માં સિંહ રાશિ પર શનિની પનોતીનો પ્રભાવ તો રહેશે જ, પરંતુ સાથે સાથે કેતુનું ભ્રમણ પણ આ રાશિમાં જ હોવાથી મુશ્કેલીઓ વધી શકે છે.
સોર્સ : Google
4 ડિસેમ્બર સુધી કેતુ સિંહ રાશિમાં સ્થિર રહેશે, જેના કારણે શનિ અને કેતુની આ અશુભ યુતિ જાતકો માટે મોટી આફતો નોતરી શકે છે.
સોર્સ : Google
જ્યોતિષવિદોના મતે આ વર્ષે નાની એવી બેદરકારી પણ મોટું નુકસાન કરાવી શકે છે, તેથી સિંહ રાશિના લોકોએ દરેક પગલું વિચારીને ભરવું હિતાવહ છે.
સોર્સ : Google
વ્યવસાયિક મોરચે જોઈએ તો 2026નું વર્ષ ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. નોકરીયાત વર્ગને અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે અને રોજગાર સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
સોર્સ : Google
પારિવારિક જીવનમાં પણ આ વર્ષે સંબંધોમાં ખટાશ આવવાની સંભાવના પ્રબળ છે. દામ્પત્ય જીવનમાં મતભેદો અને માનસિક તણાવ વધવાથી ઘરનું વાતાવરણ અશાંત રહી શકે છે.