ઈજિપ્તમાં નહીં આ જગ્યાએ આવેલો છે દુનિયાનો સૌથી મોટો પિરામિડ

ઈજિપ્તને પિરામિડનું શહેર કહેવામાં આવે છે, અહીં તમને ગીઝાનો મહાન પિરામિડ પણ જોવા મળશે.

ગીઝા પિરામીડ ઈજિપ્તનો સૌથી મોટો પિરામિડ છે, તે વિશ્વની 7 અજાયબીઓમાંથી એક પણ છે.

યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પણ આપ્યો છે.

પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોટો પિરામીડ ઈજિપ્તમાં નથી આવેલો?

દુનિયાનો સૌથી મોટો પિરામિડ ઈજિપ્તમાં નહીં પણ મેક્સિકોમાં છે, જેનું નામ ચોલુલાનો મહાન પિરામિડ છે.

તેને ટલાચિહુઆલ્ટેપેટલ પણ કહેવામાં આવે છે, તે બેઝ એરિયાની દૃષ્ટિએ ગીઝાના પિરામિડ કરતા ચાર ગણો મોટો છે.

તે લગભગ 2,000 વર્ષ જૂનો છે અને આંશિક રીતે એક ટેકરી નીચે છુપાયેલો છે, જેની ટોપ પર એક ચર્ચ બનાવવામાં આવ્યું છે.

20મી સદી સુધી તેને પિરામિડ તરીકે સંપૂર્ણપણે માન્યતા નહતી આપવામાં આવી.

આ પિરામિડ કોણે બનાવ્યો તે હજુ પણ એક રહસ્ય છે અને વૈજ્ઞાનિકો તેના પર સતત સંશોધન કરી રહ્યા છે.