રોહિત શર્માની ઘડિયાળની કિંમતમાં આવી જાય આલીશાન બંગલો

ભારતે કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં બીજો T20 વર્લ્ડકપ જીત્યો હતો.

ટ્રોફી સાથે રોહિત શર્માના ફોટોશૂટના ફોટોઝ પણ વાયરલ થઈ ગયા હતા.

વર્લ્ડ કપ જીત્યા પછી, રોહિતે બાર્બાડોસમાં એક રમણીય સ્થળે ટ્રોફી સાથે પરંપરાગત ફોટો શૂટમાં હાજરી આપી હતી.

આ ફોટોશૂટમાં રોહિત શર્મા પથ્થર પર બેસેલો અને ભારતીય જર્સીમાં દેખાય છે. આ માટે તેણે એક વિશેષ ઘડિયાળ પહેરી હતી.

આ ઘડિયાળ ઓડેમર્સ પીગેટ રોયલ ઓક પરપેચ્યુઅલ કેલેન્ડર જેવુ મસમોટું નામ ધરાવે છે. અને એવી જ ધરખમ એની કિંમત પણ છે.

હિટમેનનો સમય સારો ચાલે છે અને તેણે શટરબગ્સ માટે તેની આશરે INR 1.5 કરોડની વોચ પહેરીને લોકોનું ધ્યાન પણ ખેંચ્યું હતું.

રોહિતની લક્ઝરીયસ લાઈફના પ્રતીક સમાન આ વોચ શરૂઆતમાં જાપાનીઝ માર્કેટ માટે તૈયાર કરવામાં આવી હતી.

પરંતુ ઝડપથી 2021માં તેની વૈશ્વિક માર્કેટમાં એન્ટ્રી થઈ હતી.