દેશની પ્રમુખ ટુ વ્હીલર નિર્માતા કંપની રોયલ એન્ફિલ્ડ સતત પોતાના વ્હિકલ પોર્ટફોલિયોને અપડેટ કરવામાં લાગ્યું છે. હાલમાં જ કંપનીએ પોતાના પહેલા ઇલેક્ટ્રિક બાઈક રજુ કરી છે.
હવે કંપની વધુ એક નવી બાઈક ગોઅન કલાસિક 350ને લોન્ચ કરવા જઈ રહી છે. આ બાઇકને આગામી 23 નવેમ્બરે લોન્ચ કરવાની યોજના છે.
પાછલા કેટલાક દિવસથી રોયલ એન્ફિલ્ડની એક બાઇકને ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યું હતું. જેને મીડિયા રિપોર્ટ્સમાં નવી બોબર સ્ટાઈલ બાઈક Goan Classic 350 બતાવવામાં આવી રહ્યું છે.
ટેસ્ટિંગ મોડલ જોઈને આ બાઈકની સાથે જોડાયેલી કેટલીક જાણકારી પણ સામે આવી છે. આને સિગ્નેચર રેટ્રો સ્ટાઇલ લૂક આપવામાં આવશે જે બેસ્ટ સેલિંગ મોડલ કલાસિક 350 પર આધારિત છે.
આ બાઈકનું હાર્ડવેર એકદમ અલગ હશે. જેમાં વ્હાઇટ ટાયર વૉલ, U-શેપ હેન્ડલ, ડીટેચેબલ પિલન સીટ વગેરેનો સમાવેશ હશે.
ગોઅન ક્લાસિક 350માં હાલની કલાસિક 350 જેવું જ ઇન્સ્ટ્રુમેન્ટલ કોન્સોલ મળશે. તદ્દઉપરાંત LED લાઇટ્સનો પણ આમાં ઉપયોગ થઇ શકે છે.
રોયલ એન્ફિલ્ડ આ બાઈક ઉપર ટ્રિપર નેવિગેશન લગાવી શકે છે. જોકે આ સિસ્ટમને બાઇકને ઘણા વેરિયન્ટમાં વાપરવામાં આવ્યું છે તો આશા છે કે આની સાથે સિંગલ અને ડ્યુઅલ ચેનલ ABS મળે.
આ બાઇકમાં J-સિરીઝ 349 CC એન્જીન મળશે જે 20.2 BHP અને 27 NM ટૉર્ક જનરેટ કરે છે. જે 5 સ્પીડ ગિયરબોક્સ સાથે આવશે.
જેના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ એન ડ્યુઅલ રિઅર શોક્સ સસ્પેનશન અને આ સિવાય આગળ અને પાછળ બંને પૈડા પર ડિસ્ક બ્રેક પણ મળી શકે છે.
જો કે, લોન્ચ પહેલા આની કિંમત કહેવી મુશ્કેલ છે પરંતુ અંદાજો છે કે તેને 2.10 લાખ રૂપિયાની કિંમતની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે.