સ્કૂલમાંથી નામ કમી કરવામાં આવ્યું, પછી બર્લિનમાંથી લીધી ડિગ્રી, જાણો દેવેન્દ્ર ફડણવીસ કેટલુ ભણેલા છે
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. સૂત્રોને ટાંકીને એવું જાણવા મળે છે કે ભાજપની કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે.
ફડણવીસે તેમની રાજકીય શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને બાદમાં ભાજપના વોર્ડ કન્વીનર તરીકે કરી હતી.
આવો જાણીએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલા દેવેન્દ્ર ફડણવીસ કેટલા ભણેલા છે અને તેમની પાસે કઈ ડિગ્રી છે.
દેવેન્દ્ર ફડણવીસનું પ્રાથમિક શિક્ષણ ઈન્દિરા કોન્વેન્ટ સ્કૂલમાંથી થયું હતું. જો કે, એવું કહેવાય છે કે ખાસ કારણોસર તેમનું નામ શાળામાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.