વાત જ્યારે પણ લક્ઝરી અને લેગેસીવાળી કારની હોય ત્યારે રોલ્સ રોયસનું નામ સૌથી પહેલા આવે છે. આ બ્રિટિશ કાર નિર્માતા દુનિયાભરમાં પોતાની યુનિક સ્ટાઇલવાળી કાર માટે ફેમસ છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાની સૌથી મોંઘી કાર કઈ છે? જો તમે ન ખબર હોય તો આજે અમે તમને તેના વિશે જણાવીએ. આ કારનું નામ છે Rolls Royce Boat Tail, જે દુનિયાની સૌથી મોંઘી કાર છે.
ક્લાસિક યોટની ડિઝાઇનથી પ્રેરિત રોલ્સ રોયસની આ કાર ઘણી રીતે ખૂબ જ ખાસ છે. આ કારની કિંમત 28 મિલિયન ડોલર (આશરે 233 કરોડ રૂપિયા) છે.
આ કારની ડિઝાઇન એક યોટથી પ્રેરિત હોવાને લીધે તેનું નામ બોટ ટેલ રાખવામાં આવ્યું છે. તેની પાછળના ભાગમાં એક યુનિક રિયર ડેક પણ આપવામાં આવ્યું છે.
આ કારમાં બે ફ્રિઝ આપવામાં આવ્યા છે જેમાંથી એકને ખાસ શેમ્પેઇન રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ કારને તૈયાર કરવામાં આશરે 4 વર્ષનો સમય લાગે છે અને તેમાં કુલ 1,813 પાર્ટ્સ અસેમ્બલ કરવામાં આવ્યા છે.
આ 4 સીટર સુપર લક્ઝરી કન્વર્ટિબલ કાર છે. તેની પાછળના ભાગમાં ફોલ્ડેબલ ટેબલ અને ટેલેસ્કોપિક અમ્બ્રેલા આપવામાં આવી છે જેને તમે આઉટિંગ દરમિયાન ફાઇન ડાઇન માટે ઉપયોગ કરી શકો છો.
રોલ્સ રોયસની હેન્ડબિલ્ડ માસ્ટરપીસ કહેવાતી આ કારના ઈન્ટિરિયરમાં ખાસ પ્રકારના લાકડાના વિનિયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કંપનીએ આ કારના માત્ર 3 યુનિટ્સ જ બનાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે ત્રણેય યુનિટ્સ તેના ગ્રાહકોની ખાસ પસંદના આધાર પર કસ્ટમાઇઝ્ડ કરવામાં આવ્યા છે. એટલે કે ત્રણેય કાર એકદમ એક જેવી નથી.
મીડિયા રિપોર્ટ મુજબ, રોલ્સ રોયસ બોટ ટેલ ધરાવતા સિલેક્ટેડ લોકોમાં અબજોપતિ રેપર જે-જેડ અને તેની પત્ની પોપ આઇકન બિયોન્સે સામેલ છે.
રોલ્સ રોયસની આ અતિમોંઘી કારના બીજા મોડલના માલિક અર્જેન્ટીનાનો ફૂટબોલર માઉરો ઇકાર્ડી છે.
આ સિવાય ત્રીજા મોડલનો માલિક કોઈ એવા પરિવારથી છે જે પર્લ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. જોકે, તેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.