નેપાળના તેનજિંગ હિલેરી એરપોર્ટની ગણના વિશ્વના સૌથી ભયાનક એરપોર્ટમાં થાય છે. અહીં નાના વિમાન જ ઉતરી શકે છે. આ એરપોર્ટની એક તરફ પહાડ જ્યારે બીજી તરફ ઊંડી ખીણ છે.
નેપાળના પાટનગર કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટને વિશ્વના સૌથી ખતરનાક એરપોર્ટમાં સામેલ કરવામાં આવે છે. અહીં 18 વખત વિમાન દૂર્ઘટના બની ચુકી છે જેમાં કેટલીક જીવલેણ પણ સાબિત થઇ છે.
સેન્ટ માર્ટેન એક કેરેબિયન આઇલેન્ડ છે જ્યા એરપોર્ટનો રનવે માત્ર 7,100 ફૂટ લાંબો છે. રન વેના એક તરફ દરિયો અને બીજી તરફ પહાડ છે. અહીં લોકો વિમાન સાથે સેલ્ફી ખેચવાનો પ્રયાસ કરે છે.
પોર્ટુગલના સાંતાક્રૂઝમાં આવેલા એરપોર્ટને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ કહે છે. એરસ્ટ્રિપ ઘણુ નાનું છે જે દરિયા અને માઉન્ટેન ક્લિફ વચ્ચે બનાવવામાં આવ્યો છે.
બ્રિટનના જિબ્રાલ્ટર ઇન્ટરનેશનલ એરપોર્ટને વિશ્વના સૌથી યૂનિક અને ખતરનાક એરપોર્ટમાં સામેલ કરવામાં આવે છે. તેનો રન વે શહેરની વચ્ચે થઇને પ્રસાર થાય છે. વિમાન ઉતરતા જ રોડને બ્લોક કરવો પડે છે.