સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્માએ શોકિંગ ન્યૂઝ આપ્યા છે. ઓડિયન્સનો ફેવરિટ શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ સિઝન 1 બંધ થઈ રહ્યો છે.

શો બંધ થવાની એનાઉન્સમેન્ટ સુનીલ ગ્રોવરે વીડિયો શેર કરીન આપી છે. આ બેડ ન્યૂઝની સાથે એક ગૂડન્યૂઝ પણ છે. વીડિયોમાં કપિલે સિઝન 2 ટીઝ કર્યું છે.

કપિલ ફેન્સને આટલો પ્રેમ આપવા માટે આભાર વ્યક્ત કરે છે. પછી શો ખતમ થવાની એનાઉન્સમેન્ટ કરે છે. તેણે કહ્યું- ટૂંક સમયમાં મળીએ નેક્સ્ટ સિઝનમાં, નેટફ્લિક્સ પર.

કેપ્શનમાં લખ્યું છે, એન્ટરટેઇનમેન્ટ કી બારિશ હોગી દોબારા, ક્યોકિં ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની સિઝન 2 આવશે માત્ર થોડા જ મહિના પછી.

વીડિયો જોયા પછી ફેન્સ કપિલ સાથે શોને ટીવી પર લાવવાની અપીલ કરી રહ્યા છે. યુઝરે કહ્યું - પ્લીઝ ટીવી પર આવો. કોઈએ લખ્યું, આટલી નાનકડી સિઝન.

કપિલનો શો બધ થવાની વાત સાંભળીને ફેન્સ નિરાશ થઈ ગયા હતા, પરંતુ તેમને એ વાતની ખુશી છે કે કોમેડી શો ટૂંક સમયમાં પાછો આવવાનો છે.

શોની પહેલી સિઝનનો છેલ્લો ગેસ્ટ કાર્તિક આર્યન હશે. તે પોતાની ફિલ્મ ‘ચંદૂ ચેમ્પિયન’ને પ્રમોટ કરવા આવશે. 22 જૂનના છેલ્લો એપિસોડ આવશે.

કપિલ શર્મા શોના પહેલા સિઝનમાં આમિર ખાન, એડ શિરીન, ફરાહ ખાન, રણબીર કપૂર, સાનિયા મિર્ઝા, રોહિત શર્મા, સની દેઓલ સહિતના કલાકારો સામેલ થયા હતા.