ઓવલ ટેસ્ટ મેચ જીતવાની કહાની ટીમ ઇન્ડિયાના ક્રિકેટ ઇતિહાસમાં હંમેશા માટે દર્જ થઇ છે. ભારતે 6 રને ઇંગ્લેન્ડને પાંચમી ટેસ્ટ મેચમાં હરાવ્યું હતું.
સોર્સ : x.com/BCCI
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓવલ ટેસ્ટ મેચમાં 9 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગમાં ચાર જ્યારે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
સોર્સ : x.com/BCCI
સિરાજ બાદ સૌથી વધુ અસરદાર પ્રસિદ્ધ ક્રિષ્ણા રહ્યો હતો. પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ બાદ બીજી ઇનિંગમાં પણ તેને ચાર વિકેટ ઝડપી હતી.
સોર્સ : x.com/BCCI
યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ભારત માટે બીજી ઇનિંગમાં 118 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ (7) અને ગિલ (11) સસ્તામાં આઉટ થયા બાદ તેને સદી ફટકારી હતી.
સોર્સ : x.com/BCCI
આકાશદીપે ઓવલ ટેસ્ટમાં બોલિંગમાં કોઇ કમાલ કરી નહતી પણ બેટિંગમાં નાઇટવોચમેનના રૂપમાં ઉતરતા અડધી સદી ફટકારી હતી. આકાશદીપે મહત્ત્વના 66 રન બનાવ્યા હતા.
સોર્સ : x.com/BCCI
ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદરે 46 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સરની મદદથી આક્રમક 53 રન બનાવ્યા હતા.
સોર્સ : x.com/BCCI
ભારતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટમાં રોમાંચક જીત મેળવી હતી. ભારતે લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં 6 રને ઇંગ્લેન્ડને હરાવી પાંચ મેચની સિરીઝ 2-2થી ડ્રો કરાવી હતી.