ભારતની યેશા સાગર એક સ્પોર્ટ્સ એન્કર છે. જે હાલમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં હોસ્ટિંગ કરી રહી હતી. પરંતુ યેશાએ એક વિવાદ બાદ લીગ છોડી દીધી છે.

હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. આ વખતે ભારતીય મૂળની કેનેડિયન સ્પોર્ટ્સ એન્કર યેશા સાગરે લીગ છોડી દીધી છે.

આર્થિક તંગીથી ઝઝૂમી રહેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ સતત વિવાદોમાં છવાયેલી રહી છે. ખેલાડીઓ, સ્ટાફ ઉપરાંત બસ ડ્રાઈવરોને પણ ચુકવણી ન થવાનો મામલો ગરમાયો છે.

યેશા સાગર પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. અને નોટિસ જારી કરાઈ હતી. જેને પગલે તેને લીગ છોડવા માટે મજબૂર થવું પડ્યું.

યેશા BPL 2025માં ચટગાંવ કિંગ્સ ટીમની સાથે જોડાયેલી હતી. રિપોર્ટ મુજબ તેને કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા મામલે ફ્રેન્ચાઈઝી માલિક સમીર કાદર ચૌધરીએ લીગલ નોટિસ પાઠવી હતી.

ચોધરીએ નોટિસમાં કહ્યું કે, યેશા પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં વિફળ રહી છે. અધિકારિક રીતે આમંત્રિત કરવા છતાં તે ડિનરમાં શામેલ ના થઈ.

તમે સ્પોન્સર શૂટિંગ અને પ્રમોશનલ શાઉટ-આઉટ પણ પૂરા કર્યા નથી. તમારી ગેરહાજરીને કારણે ફ્રેન્ચાઇઝી (ચિટ્ટાગોંગ કિંગ્સ) ને નાણાકીય અને પ્રતિષ્ઠાનું નુકસાન થયું છે.

કોહલી જેવી ફેન ફોલોઈંગ ધરાવતી સ્પોર્ટ એન્કર યેશાએ ઓફિશિયલ ડિનર માટે ન જવા બદલ નોટિસ મળતાં બાંગ્લાદેશ લીગ છોડી દીધી છે.