ફેમસ એક્ટ્રેસને સોનાક્ષીના લગ્નનું આમંત્રણ મળતા જ ઝહીરને આપી ચેતવણી

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેના લગ્નને લઈને ચર્ચામાં છે. 23 જૂને તે અભિનેતા ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.

આ કપલના લગ્નનું આમંત્રણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ દરમિયાન બોલિવૂડની જાણીતી અભિનેત્રી પૂનમ ધિલ્લોને પણ સોનાક્ષીના લગ્નની પુષ્ટિ કરી છે.

પૂનમે કહ્યું- સોનાક્ષીએ મને ખૂબ જ સુંદર આમંત્રણ મોકલ્યું છે. હું તેને નાની હતી ત્યારથી ઓળખું છું.

'મેં તેની જર્ની જોઈ છે. તે ખૂબ જ સુંદર અને વ્હાલી છોકરી છે. તે ખૂબ જ ખુશ રહે. હું ઈચ્છું છું કે તેને જીવનની દરેક ખુશી મળે.

આ પછી પૂનમે ઝહીરને ચેતવણી આપતા કહ્યું, 'કૃપા કરીને સોનાક્ષીને ખુશ રાખશો, તે અમારા બધાની ખૂબ પ્રિય છે.

પૂનમ ધિલ્લોને પણ ઝહીર અને સોનાક્ષીને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. અભિનેત્રીનું સ્મિત જણાવી રહ્યું હતું કે તે લગ્નમાં જવા માટે ઉત્સાહિત છે.

સોનાક્ષી અને ઝહીરની લવ લાઈફની વાત કરીએ તો બંને સલમાન ખાનની પાર્ટીમાં મળ્યા હતા. અહીંથી જ બંને વચ્ચે મિત્રતા થઈ હતી જે ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ હતી.