‘તમને મળવાની ઈચ્છા અધુરી રહી ગઈ’, રતન ટાટાના નિધનથી દુઃખી ધર્મેન્દ્રનું છલકાયું દર્દ
બિઝનેસ ટાયકૂન રતન ટાટાના નિધનથી દેશભરમાં શોક છે ત્યારે ફિલ્મી સ્ટાર્સ પણ મહાન બિઝનેસમેનને ગુમાવવા પર દુઃખી છે.
ધર્મેન્દ્રએ રતન ટાટાના નામે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. તેમણે જણાવ્યું કે કઈ રીતે રતન ટાટાને મળવાનું તેમનું સપનું, સપનું જ રહી ગયું.
તેઓ ઈન્સ્ટામાં લખે છે- રતન ટાટા સાહેબ, તમને મળવાની ઈચ્છા અધુરી રહી ગઈ. એક દયાળુ રાજા, જેણે પોતાના વર્કર્સનું ધ્યાન બાળકોની જેમ રાખ્યું.
એક્ટરે આગળ લખ્યું, સર તમને હંમેશા પ્રેમ અને સન્માન સાથે યાદ કરવામાં આવશે. ભારતના રત્ન. લવ યુ.
ધર્મેન્દ્રની પોસ્ટ પર રિએક્ટ કરતા ફેન્સે પણ કોમેન્ટ કરી છે. બધાએ રતન ટાટાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે.
રતન ટાટાની ગણતરી એવા બિઝનેસમેનમાં કરવામાં આવે છે જેમની પાસે અઢળક સંપત્તિ હોવા છતાં તેઓ હંમેશા સાદગીભર્યું જીવન જીવતા હતા.
રતન ટાટાની સિમ્પલ લાઇફસ્ટાઇલ અને જીવન જીવવાની વિચારધારા આવનારી અનેક પેઢીને પ્રેરિત કરશે.