કપૂર પરિવારની લાડલીને થયો હતો રાહુલ ગાંધી સાથે પ્રેમ, ડેટ કરવા માંગતી હતી, પરંતુ ...

ફિલ્મ સ્ટાર્સ અને રાજકારણીઓ વચ્ચે સંબંધો ઘણીવાર જોવા મળે છે. ઘણી અભિનેત્રીઓએ રાજકારણીઓ સાથે લગ્ન કર્યા છે.

લેટેસ્ટ ઉદાહરણ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું છે. એક સમય એવો હતો જ્યારે કરીના કપૂર પણ રાહુલ ગાંધીને ખૂબ પસંદ કરતી હતી.

કરીના કપૂરની સિમ્મી ગ્રેવાલ સાથેની મુલાકાતનો એક જૂનો વીડિયો જેમાં તેને ડેટિંગને લઈને એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે

આના જવાબમાં કરીનાએ ખચકાટ સાથે જવાબ આપ્યો અને કહ્યું, “મારો જવાબ થોડો વિવાદાસ્પદ બની શકે છે. પરંતુ તે રાહુલ ગાંધી છે જેમને હું વધુ જાણવા માંગુ છું. સિમ્મી તેનો જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ.

આમાં કરીના કપૂર આગળ કહે છે, “એક મેગેઝિનમાં તેની તસવીર જોતી વખતે હું વિચારી રહી હતી કે જો હું તેની સાથે વાતચીત કરીશ તો કેવું હશે. હું ફિલ્મી પરિવારમાંથી આવું છું અને તે રાજકીય પરિવારમાંથી આવે છે.

ફેન્સ આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમાં કરીના કપૂરનો વાંક નથી. રાહુલ ગાંધી છે જ ખૂબ સ્માર્ટ.

કરીના કપૂર આ પહેલા શાહિદ કપૂરને ડેટ કરી ચૂકી છે.

આ પછી તેણે વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા.આ કપલને બે બાળકો તૈમૂર અને જેહ છે.

કરીના છેલ્લે 'ક્રુ'માં જોવા મળી હતી. આમાં તેની સાથે કૃતિ સેનન અને તબ્બુ પણ જોવા મળી હતી. તેમની ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.