દેશની સૌથી અમીર દીકરી, ઈશા અંબાણી કરતા અનેક ગણી વધારે છે સંપત્તિ
શું તમે જાણો છો દેશની સૌથી અમીર દીકરી કોણ છે? ના, આ ઈશા અંબાણી નથી પરંતુ આદિત્ય બિરલા ગ્રુપની નવી માલિક અનન્યા બિરલા છે. તેની પાસે ઈશા કરતા અનેક ગણી વધારે સંપત્તિ છે
બિરલા પરિવારની ચોથી પેઢી અનન્યા અને તેના નાના ભાઈ આર્યમન બિરલા જૂથના ગ્રાહકલક્ષી વ્યવસાયમાં મોટી ભૂમિકા ભજવવા આગળ આવ્યા.
2024ની ફોર્બ્સ બિલિયોનેર્સ લિસ્ટ મુજબ, કુમાર મંગલમ બિરલા 22.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના 90મા અને ભારતમાં સાતમા ક્રમે છે.
ચાલો જાણીએ કે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન અને અબજોપતિ બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાની મોટી દીકરી અનન્યા બિરલા કેવી કમાણી કરે છે.
અનન્યા બિરલા હિન્દાલ્કો, ગ્રાસિમ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ અને આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશનના બોર્ડને હેન્ડલ કરે છે.
જે ગ્રાસિમ્સ પેઈન્ટ્સ (બિરલા ઓપસ) અને B2B ઈકોમર્સ બિઝનેસ (બિરલા પીવોટ) અને હિન્દાલ્કોના સસ્ટેનેબલ સોલ્યુશન અને ઓછા કાર્બન વાળા ભવિષ્યમાં પરિવર્તન પ્રોજેક્ટમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
બિઝનેસ સિવાય અનન્યા બિરલાએ સિંગિંગની દુનિયામાં પણ સારું નામ અને કમાણી કરી છે. જોકે, હવે 'હોલ્ડ ઓન' અને 'લિવિન ધ લાઈફ' જેવા હિટ અંગ્રેજી ગીતો માટે જાણીતી અનન્યાએ ગાયનમાંથી નિવૃત્તિ લઇ લીધી છે.
રિપોર્ટ્સ અનુસાર અનન્યાની કુલ સંપત્તિ લગભગ 13 બિલિયન ડોલર હોવાનું કહેવાય છે. જોકે, અનન્યાની આવક જાહેરમાં ક્યાંય નોંધવામાં આવી નથી..
અનન્યા બિરલાએ બિઝનેસ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
આ સિવાય અનન્યા તેની ફેશન સેન્સ માટે પણ ચર્ચામાં રહે છે. તેણે ઘણા ફેશન મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યું છે.