કેરળના કોલ્લમમાં એક નવી પહેલ કરવામાં આવી છે. રાજ્ય આ મામલે દેશને રાહ દેખાડશે.

કેસના ભારણને જોઇને કોલ્લમમાં એક ઓનલાઇન કોર્ટ શરૂ કરવામાં આવી છે. આ કોર્ટ 24 કલાક અને સાતેય દિવસ કાર્યરત રહેશે.

ઓનલાઇન ડોક્યુમેન્ટ સબમિટ કરવાથી લઇને સ્ટે લેવા, ઓનલાઇન હીયરિંગ કે નવી અરજી કરવા સુધીના કામો દિવસ-રાત ગમે ત્યારે કરી શકાશે.

ચેક બાઉન્સ, મારામારી, છેતરપિંડી, ચોરી જેવા કેસના આરોપીઓને કોર્ટમાં ગમે ત્યારે રજૂ કરવાની સવલત મળશે.

24 કલાકની સેવા આપતી આ પ્રકારની દેશની આ પ્રથમ અને એકમાત્ર કોર્ટ બનશે.