આપણે એવા દેશની વાત કરવાની છે જેમની વસતી આપણા તાલુકા-જિલ્લા તો ઠીક પણ આપણે ત્યાં શહેરની કેટલીક સોસાયટી-એપાર્ટમેન્ટ કરતાં પણ ઓછી છે.

માત્ર 764ની વસતી ધરાવતા વેટિકન સિટીમાં કોઇ જ હોસ્પિટલ કે જેલ પણ નથી

ઓસ્ટ્રેલિયા-હવાઇની બરાબર વચ્ચે આવેલા તુવાલુની વસતી માત્ર 10679 છે.તુવાલુ ખૂબ જ સુંદર દરિયા કિનારે આવેલું છે.

તુવાલુના ઉત્તરપશ્ચિમ અને પપુઆ ન્યૂ ગીનીના પૂર્વ-ઉત્તર પૂર્વમાં આવેલો નાઉરુ 30 કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. વર્ષ 2018 અનુસાર નાઉરુની વસતી માત્ર 11680 છે.

ફિલિપિન્સ પાસે આવેલો પલાઉ દેશ 459 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં જ ફેલાયેલો છે અને તેની વસતી માત્ર 16733ની છે.

ઈટાલી પાસે આવેલો સેન મેરીનો દેશ વિશ્વનો સૌપ્રથમ પ્રજાસત્તાક દેશ છે. 61 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા આ દેશની વસતી માત્ર 34 હજાર છે