તમારા ફોનમાં ડાઉનલોડ કરો આ ખાસ એપ, વીજળી પડવાની ઘટનાનું મળશે પહેલાથી જ એલર્ટ

દેશભરમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ઘણા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જ્યારે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે

વરસાદની ઋતુ દરમિયાન વીજળી ચમકવાની ઘટના સર્વત્ર જોવા મળે છે.

દર વર્ષે હજારો લોકો વીજળી પડવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે.

જો તમે તમારા મોબાઈલમાં દામિની એપ ઈન્સ્ટોલ કરશો, તો તમને વીજળી પડતા પહેલા એલર્ટ મળી જશે.

આ માટે તમારે તમારા ફોનના પ્લે સ્ટોર પર જઈને 'દામિની એપ' ડાઉનલોડ કરી શકો છો.

એપ ડાઉનલોડ કર્યા પછી, ભાષા પસંદ કરવાનો વિકલ્પ હશે, તે પછી I agree to the privacy policy પર ટિક કરો

તમારા ફોનનું GPS ચાલુ કરો.

આ એપની મદદથી, તમને વીજળી પડવાની ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ પહેલા ચેતવણી મળશે.