T20 વર્લ્ડ કપમાં ઘણી ટીમોએ ભાગ લીધો છે, જેમાંથી કેટલીક ટીમોએ તો ખિતાબ પણ જીત્યો છે. જોકે, T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં કેટલીક ટીમો એવી પણ છે જેમણે ફક્ત એક જ મેચ જીતી છે. ચાલો આવી ટીમો વિશે જાણીએ.
સોર્સ : Google
કેનેડા તે ટીમોમાં સામેલ છે જેમને T20 વર્લ્ડ કપમાં ફક્ત એક જ જીત મળી છે. કેનેડાએ 2024માં પહેલીવાર T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.
સોર્સ : Google
આ વર્લ્ડ કપમાંમાં કેનેડિયન ટીમે કુલ ત્રણ મેચ રમી હતી, જેમાં ફક્ત એક જ જીત મેળવી હતી. આ એકમાત્ર જીત આયર્લેન્ડ સામે આવી હતી.
સોર્સ : Google
હોંગકોંગ ક્રિકેટ ટીમે પણ T20 વર્લ્ડ કપમાં ફક્ત એક જ જીત મેળવી છે. હોંગકોંગે બે વાર T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે અને કુલ 6 મેચ રમી છે. જેમાં T20 વર્લ્ડ કપ 2014માં બાંગ્લાદેશ સામે જીત મળી હતી.
સોર્સ : Google
UAE ક્રિકેટ ટીમે બે વાર T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હોવા છતાં તેણે અત્યાર સુધી ફક્ત એક જ મેચ જીતી છે. UAEએ 2 વર્લ્ડ કપમાં કુલ 6 મેચ રમી છે. જેમાંથી T20 વર્લ્ડ કપ 2022માં તેણે નામિબિયા સામે એકમાત્ર મેચ જીતી હતી.
સોર્સ : Google
આફ્રિકન ટીમ યુગાન્ડાને 2024માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમવાની તક મળી. જોકે, ટીમ 4 મેચમાંથી ફક્ત એક જ જીતી શકી હતી. ટીમને બાકીની 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. યુગાન્ડાની એકમાત્ર જીત PNG સામે આવી હતી.