ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતનાર ટીમોની યાદી

સાઉથ આફ્રિકાની ટીમે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફીજીતી હતી.

ન્યૂઝીલેન્ડની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2000ની ફાઈનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2002નું ટાઈટલ ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે જીત્યું હતું. વરસાદના કારણે ફાઈનલ મેચ રમાઈ શકી ન હતી.

વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને 2 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2004નું ટાઈટલ જીત્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ 2006માં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2009નું ટાઈટલ જીત્યું હતું.

2013માં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 5 રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

પાકિસ્તાની ટીમે ભારતને 180 રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2017નું ટાઈટલ જીત્યું હતું.