IPL 2025ના રીટેન્શને આ યુવા ખેલાડીઓને એક રાતમાં બનાવ્યા કરોડપતિ
IPL 2025ના મેગા ઓક્શન પહેલા તમામ ટીમોનું રીટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ઘણા યુવા ખેલાડીઓને ફાયદો થયો છે. આ ખેલાડીઓની IPL સેલેરી લાખોમાંથી હવે કરોડોમાં પહોંચી ગઈ છે.
IPL 2025 માટે રાજસ્થાનની ટીમે ધ્રુવ જુરેલને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. IPL 2022માં ટીમે તેને માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
રિંકુ સિંહને KKRએ 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તે છેલ્લી કેટલીક સીઝનમાં KKR તરફથી 55 લાખ રૂપિયાની સેલેરીમાં રમી રહ્યો હતો.
ભારતીય ફાસ્ટ બોલર મયંક યાદવને પણ ઘણો ફાયદો થયો છે. IPL 2023માં આ બોલરને LSGએ 20 લાખમાં ખરીદ્યો હતો. હવે તેને 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.
SRHએ પણ નીતીશ રેડ્ડી પર મોટો દાવ રમ્યો છે. SRHએ તેને IPL 2024ના ઓક્શનમાં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ વખતે તેને 6 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.
શશાંક સિંહને PBKSએ IPL 2024માં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વખતે PBKSએ તેને 5.5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે, જે ટીમની સૌથી મોંઘી રીટેનશન પણ છે.
સાઈ સુદર્શનને GT દ્વરા 8.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. ગત સીઝન સુધી તેનો પગાર માત્ર 20 લાખ રૂપિયા હતો.
RCBએ રજત પાટીદારને રિટેન કરવા માટે 11 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ પહેલા તેની IPL સેલેરી માત્ર 20 લાખ રૂપિયા હતી.
DCએ IPL 2025 માટે ટ્રિસ્ટન સ્ટબ્સને 10 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તે ગત સિઝનમાં માત્ર 50 લાખ રૂપિયામાં આ ટીમનો ભાગ બન્યો હતો.