T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વખત ફાઈનલ રમનારી ટીમો
ઈંગ્લેન્ડની ટીમ વર્ષ 2010, 2016 અને 2022માં T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, જેમાં 2010 અને 2022માં ટીમ ચેમ્પિયન બની હતી.
પાકિસ્તાનની ટીમ વર્ષ 2007, 2009 અને 2022માં T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, જેમાં તે વર્ષ 2009માં વિજેતા બની હતી.
શ્રીલંકાની ટીમ વર્ષ 2009, 2012 અને 2014માં T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, ટીમ 2014માં ચેમ્પિયન બની હતી.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2012 અને 2016માં T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, ટીમ બંને ફાઈનલ જીતી હતી.
ભારતીય ટીમ વર્ષ 2007 અને 2014માં T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, જેમાં ટીમ વર્ષ 2007માં વિજેતા બનવામાં સફળ રહી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ 2010 અને 2021માં T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, જેમાં ટીમ વર્ષ 2021માં વિજેતા બની હતી.