1974માં લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા 42 રનમાં ખખડી ગઈ હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરુના સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટર્સનો ફ્લોપ શો રહ્યો હતો. ટીમ ઈન્ડિયા 46 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
1952માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. જ્યાં ભારતીય ટીમ 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
2020માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. કાંગારૂઓ સામે ભારતીય બેટર માત્ર 36 રનમાં જ ઢળી પડ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે.
1996માં ડરબનના મેદાનમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા 66 રનમાં સમેટાઈ ગઈ હતી.