ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં 29 જૂનના ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો આમને-સામને આવવાની છે.

ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં બંને ટીમો અજેય રહી છે. એવામાં ખિતાબી મેચમાં બેટ અને બોલ વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી શકે છે.

ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમનો સ્પિન બોલર તબરેજ શમ્સી પર બધાની નજક રહેશે.

ચાઇનામેન બોલર શમ્સી શાનદાર ફોર્મમાં છે અને તેણે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ વિકેટ લીધી હતી.

શમ્સી ખિતાબી મુકાબલામાં પણ શાનદાર પ્રદર્શન આપી શકે છે. ભારતીય બેટ્સમેનોએ આ બોલર સામે વધુ સાવચેતી રાખવાની રહેશે.

તબરેજ શમ્સી જાદૂગર પણ છે અને તે ઘણી વખત મેદાનમાં જાદુ પણ બતાવી ચૂક્ય છે. શમ્સી એક પ્રોફેશનલ જાદૂગર બનવા ઈચ્છતો હતો.

વર્ષ 2019માં મજાંસી ટી-20 સુપર લીગમાં મેચમાં શમ્સીએ વિકેટ લીધા પછી લાલ રંગનો રૂમાલ નીકાળી દીધો હતો. પછી અચાનક તે રૂમાલ એક લાકડી બની ગયો હતો.

શમ્સીનો ‘શૂ’ સેલિબ્રેશન પણ ખૂબ વાયરલ થઈ ચૂક્યું છે. આ સેલિબ્રેશનમાં શમ્સી જૂતાને પોતાના કાન પાસે રાખીને ફોન કરવાનો નાટક કરે છે.

34 વર્ષના શમ્સીએ સાઉથ આફ્રિકા માટે અત્યાર સુધી 2 ટેસ્ટ, 51 વનડે અને 69 ટી 20 મુકાબલા રમ્યા છે. આ દરમિયાન તેણે 167 વિકેટ ઝડપી છે.