T20 વર્લ્ડ કપ 2026 સુપર 8 મેચો હવે શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચ રમ્યા બાદ આ ટુર્નામેન્ટમાં એક શરમજનક યાદીમાં ટોપ પર પહોંચી ગઈ છે.
સોર્સ : Google
અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં અમુક ભારતીય બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ બાકીના બધાએ નિરાશ કર્યા છે. આજે અમે તમને એવી ટીમો વિશે જણાવીશું જેના ખેલાડીઓ સૌથી વધુ ડક પર આઉટ થયા છે.
સોર્સ : Google
T20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ સૌથી વધુ ડક પર આઉટ થયા છે. ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્મા આ ટુર્નામેન્ટમાં સતત ત્રણ ઈનિંગ્સમાં ડક પર આઉટ થયો હતો.
સોર્સ : Google
જ્યારે ઈશાન કિશન સાઉથ આફ્રિકા સામે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 11 વખત ડક પર આઉટ થયા છે.
સોર્સ : Google
આ યાદીમાં બીજા ક્રમે ઇટલી છે, જેણે T20 વર્લ્ડ કપમાં પહેલીવાર ભાગ લીધો હતો, પરંતુ તેની સફર ગ્રુપ સ્ટેજ મેચોના સમાપન સાથે સમાપ્ત થઈ. ટુર્નામેન્ટમાં ઇટલીના ખેલાડીઓ કુલ 8 વખત ડક પર આઉટ થયા છે.
સોર્સ : Google
ગ્રુપ Bમાં રહેલી ઓમાનની ટીમ કુલ 4 મેચ રમી હતી પરંતુ એક પણ ન જીતી શકી. આ T20 વર્લ્ડ કપ 2026માં ઓમાનના ખેલાડીઓ કુલ વખત 7 ડક પર આઉટ થયા છે.
સોર્સ : Google
પાકિસ્તાન આ યાદીમાં સામેલ ન હોય તેવું કેમ બની શકે, પાકિસ્તાને ત્રણ મેહ્ક જીતીને સુપર-8માં સ્થાન મેળવ્યું છે, પરંતુ અત્યાર સુધી તેના ખેલાડીઓ 6 વખત ડક પર આઉટ થયા છે.