ભારત દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને ટી-20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બન્યું હતું.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા.જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી.

ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 59 બોલમાં 2 સિક્સર અને 6 ફોરની મદદથી 76 રન બનાવ્યા હતા.

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 3 વિકેટ જ્યારે બુમરાહ-અર્શદીપને 2-2 સફળતા મળી હતી.

દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિક ક્લાસેને સૌથી વધુ 52 જ્યારે ક્વિન્ટન ડી કોકે 39 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ પ્લેયર ઓફ ધ મેચ જ્યારે જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.

રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન રહ્યો હતો. રોહિત શર્માએ 8 મેચમાં 257 રન બનાવ્યા હતા.

ભારત ટી-20 વર્લ્ડકપમાં બીજી વખત ચેમ્પિયન બન્યું છે. આ પહેલા ધોનીની કેપ્ટન્સીમાં 2007માં પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો.