શોમાં પરત આવશે 'તારક મહેતા'ના સોઢી? દેવામાં ડૂબ્યા છે અભિનેતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગુરૂચરણ સિંહ ગત દિવસોમાં ગુમ થવાથી ખૂબ ચર્ચામાં રહ્યાં હતાં.

અભિનેતા 25 દિવસ બાદ ઘર પરત ફર્યા હતાં, સોંઢી દેવામા ડૂબી ગયા છે.

તાજેતરમાં જ અભિનેતાએ શોના નિર્માતા અસિત મોદી સાથે મુલાકાત કરી, ત્યારથી તેની શોમાં પરત ફરવાની અટળકો થવા લાગી છે.

તેમજ અતિસ મોદીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું મારા માટે સોઢી પરિવાર જેમ છે, તે લાંબા સમય સુધી અમારી સાથે જોડાય રહ્યો.

ખાનગી કારણસર તેણે શો છોડી દીધો હતો પરંતુ જ્યારે પણ મુંબઇ આવતો હતો, તે મને મળતો હતો, જ્યારે તે ગુમ થયો તો હું હેરાન થયો હતો.