મની લોન્ડરિંગમાં ફસાયેલી તમન્નાએ કામાખ્યા માતાજીના કર્યા દર્શન
અભિનેત્રી તમન્ના ભાટિયાને ગુવાહાટીમાં મની લોન્ડરિંગ કેસની તપાસ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
આ બધાની વચ્ચે અભિનેત્રી કામાખ્યા દેવીના દર્શન કરતી જોવા મળી હતી.
બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ શુક્રવારે સવારે ગુવાહાટીમાં નીલાચલ પહાડીઓની ટોચ પર સ્થિત કામાખ્યા મંદિરની દર્શન કરવા ગઈ હતીં અને પ્રસિદ્ધ શક્તિ મંદિરમાં પ્રાર્થના કરી હતી.
તમન્ના તેની માતા સાથે હતી, જેમણે કામાખ્યા દેવી સમક્ષ પ્રાર્થના કરી હતી.
EDની તપાસ માટે અભિનેત્રી ગુવાહાટીમાં હતી.
સટ્ટાબાજીની એપ સાથેની તેની લિંક્સના સંબંધમાં ગુરુવારે તેની 8 કલાકની મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી.