ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમને ઇનામ તરીકે કરોડો રૂપિયા મળ્યા છે. ભારતની સાથે સાથે દક્ષિણ આફ્રિકાને પણ પ્રાઇઝ મની મળી છે.
ટી-20 વર્લ્ડકપ 2024ની ચેમ્પિયન ટીમ ભારતને ઇનામ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે.
ટી-20 વર્લ્ડકપમા રનર્સઅપ દક્ષિણ આફ્રિકાને પણ સારી એવી રકમ મળી છે. આફ્રિકાને 10.64 કરોડ રૂપિયા પ્રાઇઝ મની તરીકે મળ્યા છે.
સેમિ ફાઇનલ સુધી પહોંચનારી ટીમને પણ પ્રાઇઝ મની મળી છે. ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનને પ્રાઇઝ મની તરીકે 6.54 કરોડ રૂપિયા મળ્યા છે.
ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડ એટલે કે સુપર 8 સુધી પહોંચનારી દરેક ટીમને 3.17 કરોડ રૂપિયા મળ્યા છે.
અંતિમ સ્થાન પર રહેનારી ટીમને પણ ઇનામ મળ્યું છે. 9થી 12 સ્થાન ધરાવતી ટીમોને 2.05 કરોડ, 13થી 20માં સ્થાન પર રહેનારી ટીમને 1.87 કરોડ રૂપિયા મળ્યા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર