યુવાનોમાં જોશ ભરી દે છે સ્વામી વિવેકાનંદના આ અમૂલ્ય વિચારો

દર વર્ષે 12 જાન્યુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે.

આ દિવસ મહાન વિચારક, સમાજ સુધારક અને આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી માટે ઉજવવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદને આધુનિક યુગમાં યુવાનો માટે આદર્શ માનવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદના વિચારો આજે પણ લાખો યુવાનો માટે પ્રેરણાના સ્ત્રોત છે. આવો, આજે અમે તમને તેમના આવા જ વિચારો જણાવીએ.

જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી શીખો, અનુભવ એ દુનિયાનો શ્રેષ્ઠ શિક્ષક છે.

ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

એક સમયે એક જ કામ કરો, અને તે કરતી વખતે તમારા બધી શક્તિ તેમાં રેડી દો અને બાકીની બધી બાબતોને ભૂલી જાઓ.

બ્રહ્માંડની બધી શક્તિઓ પહેલેથી જ આપણી છે. આપણે જ આપણા હાથ આંખો પર રાખી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે કેટલો અંધકાર છે.

સૌથી મોટો ધર્મ એ છે કે તમે તમારા સ્વભાવ પ્રત્યે સાચા રહો અને પોતાની જાત પર વિશ્વાસ રાખો.