સુષ્મિતા સેનની બે દીકરીઓ છે- રેને અને અલીસા, જેને એક્ટ્રેસે દત્તક લીધી છે. એક્ટ્રેસે જણાવ્યું કે, તે પોતાની દીકરીઓ સાથે શું વાત કરે છે.

સુષ્મિતાએ રિયા ચક્રવર્તીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે પોતાના પેરેન્ટ્સ સાથે જેવી વાતો કરતી હતી આ તેનાથી એકદમ અલગ છે.

આ સાથે જ સુષ્મિતા જણાવ્યું કે, તે રેને-અલીસા સાથે સેક્સ પર ખુલીને વાત કરે છે. તેમને સલાહ આપી છે કે, સેક્સને સન્માનથી લે.

સુષ્મિતાએ કહ્યું, મારી દીકરીઓ સાથે જે વાતચીત થાય છે તે, મેં મારી મમ્મી સાથે કરેલી વાતચીતથી એકદમ અલગ છે.

તે પહેલા જ પીએચડી કરી ચૂકી હતી અને દીકરીઓ અત્યારથી જ પીએચડી છે. મારી નાની દીકરી બાયોલોજીમાં ખૂબ સારી છે.

સુષ્મિતાએ આગળ કહ્યું, પોતાની લાઇફમાં સેક્સને સન્માનના બરાબર સમજો. તમે ખુદને અને પોતાની ઈચ્છાઓને શોધી શકો છો.

તેમાં કંઈ ખરાબ નથી, પરંતુ અંતમાં તેનાથી તમને ખરાબ મહેસુસ ન થવું જોઈએ. કોઈ ગિલ્ટ ન કરવો.

સુષ્મિતા સ્ટીરિયોટાઇપને બ્રેક કરવા માટે જાણીતી છે. તેણે દીકરીઓને આપેલી સલાહથી સાબિત થાય છે કે તે કેટલી બિંદાસ્ત છે.

સુષ્મિતાએ રેનેને વર્ષ 2000માં અને અલીસાને 2010માં એડોપ્ટ કરી હતી. રેને બોલિવૂડમાં કિસ્મત અજમાવવા માટે તૈયાર છે જ્યારે અલીસા હજી અભ્યાસ કરી રહી છે.