આ ખાસ વ્યક્તિ માટે પ્રેમ વ્યક્ત કરતા ઈમોશનલ થઈ ગયો સૂર્યકુમાર યાદવ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અવારનવાર પોતાના બેટથી કમાલ કરતો જોવા મળે છે અને તેના કારણે તે ફેન્સમાં લોકપ્રિય પણ છે.
ભલે તે બેટ સાથે ગમે તેટલો આક્રમક હોય, વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ ખુશખુશાલ અને ઈમોશનલ વ્યક્તિ છે અને આ ટીમના અન્ય ખેલાડીઓ સાથેના તેના સંબંધો પરથી જ જાણી શકાય છે.
પરંતુ ભારતીય T20 કેપ્ટનના જીવનમાં કંઈક એવું બન્યું, જેના કારણે તે ખૂબ જ ઈમોશનલ થઈ ગયો, પરંતુ આ ઈમોશનલ બાજુનું કારણ ખુશીની ક્ષણ છે.
વાસ્તવમાં, સૂર્યાની નાની બહેને લગ્ન કરીને તેના જીવનમાં એક નવી સફર શરૂ કરી છે.
સોશિયલ મીડિયા પર બહેનના લગ્નના ફોટો શેર કરતી વખતે, સૂર્યાએ એક ખાસ મેસેજ પણ લખ્યો અને તેને તેના જીવનની સૌથી ઈમોશનલ ક્ષણોમાંથી એક ગણાવી છે.
સ્ટાર બેટ્સમેને લગ્નની વિવિધ વિધિઓના ઘણી સુંદર ફોટો પોસ્ટ કર્યા અને જીવનની આ નવી સફર માટે શુભેચ્છાઓ સાથે તેની બહેનને પ્રેમ પણ આપ્યો છે.
સૂર્યાએ લખ્યું છે, "બાળપણની યાદોથી લઈને એક સુંદર કન્યા તરીકે જોવા સુધી. હું કેટલો ગર્વ અને આનંદ અનુભવું છું તે શબ્દોમાં મૂકવું મુશ્કેલ છે. તમને બંનેને પ્રેમ અને ખુશીઓથી ભરપૂર જીવનની શુભેચ્છાઓ."
જ્યાં સુધી ક્રિકેટની વાત છે, સૂર્યા હવે તેની બહેનના લગ્ન પછી પાછો ફર્યો છે અને ટૂંક સમયમાં મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળશે.