શ્રીલંકા સામેની સિરીઝમાં સૂર્યકુમાર યાદવ તોડી શકે છે કોહલીનો 'વિરાટ' રેકોર્ડ
વિરાટ કોહલીએ T20Iમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ ધરાવે છે.
કોહલીએ T20I કરિયરમાં 125 મેચમાં 16 પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા છે.
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટે આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે.
વિરાટ કોહલીના આ વર્લ્ડ રેકોર્ડથી સૂર્યકુમાર યાદવ માત્ર એક ડગલું દૂર છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની T20I સિરીઝમાં સૂર્યકુમાર વિરાટનો આ રેકોર્ડ તોડી શકે છે.
સૂર્યા અત્યાર સુધી માત્ર 68 T20I મેચમાં 15 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતી ચૂક્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20I સિરીઝ શરૂ થઈ રહી છે, જેમાં સૂર્યાને કેપ્ટનશિપ મળી છે.
ભારત, શ્રીલંકા સામે 27, 28 અને 30 જુલાઈએ 3 T20I મેચ રમશે.
અત્યાર સુધીમાં સૂર્યા શ્રીલંકા સામે માત્ર 5 T20Iમાં 200થી વધુ રન બનાવી ચૂક્યો છે, જેમાં એક સદી પણ સામેલ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર