સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને થાય છે ગજબ ફાયદા

દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી પેટના સ્નાયુઓ પર દબાણ પડે છે, જેનાથી પાચન ક્ષમતા સુધરે છે. સાથે જ કબજિયાત, એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યામાં રાહત મળે છે.

સૂર્ય નમસ્કાર કરવાથી પેટના મસલ્સ મજબૂત થાય છે. સાથે જ પેટ પરની વધારાની ચરબી દૂર થાય છે.

સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના દરેક અંગ સુધી ઓક્સિજનવાળું લોહી પૂરતી માત્રામાં પહોંચે છે. જેથી શરીરમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય ઝેરીલા ગેસ બહાર નીકળે છે.

દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી ચેતાતંત્ર સુધરે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થાય છે, જેના લીધે સ્ટ્રેસ દૂર થઈને યાદશક્તિ સુધરે છે.

ખૂબ ઝડપથી ગુસ્સો આવતો હોય તેવા લોકોને સૂર્ય નમસ્કાર કરવાથી લાભ થશે.

સૂર્ય નમસ્કાર કરવાથી આખા શરીરનું વર્ક આઉટ થઈ જાય છે. એટલે શરીર ફ્લેક્સિબલ (લવચીક) થાય છે.