બટાકાને સ્કીન પર લગાવવાથી પણ સન ટેનની સમસ્યામાંથી રાહત મળી શકે છે. બટાકામાં વિટામિન સી, કેટેકોલેઝ નામનું એન્ઝાઇમ અને કુદરતી બ્લીચિંગ ગુણધર્મો હોય છે જે સ્કીનને ચમકદાર બનાવવામાં, સ્કીનટોન સમાન કરવામાં અને કાળા ડાઘ હળવા કરવામાં મદદ કરે છે.

હળદર અને ચણાના લોટથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરીને ત્વચાની ટેનિંગ ઘરે સરળતાથી દૂર કરી શકાય છે. આ ટિપને અનુસરવા માટે, પહેલાં બે ચમચી ચણાનો લોટ અડધી ચમચી હળદર, એક ચમચી ગુલાબજળ અને દૂધ સાથે સારી રીતે મિક્સ કરો.

ઉનાળામાં સ્કીન પર એલોવેરા જેલનો ઉપયોગ તડકાથી થયેલા ડેમેજને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે પણ તમારી સ્કીનને સન ડેમેજથી બચાવવા માંગતા હો, તમારી સ્કીન પર નેચરલ એલોવેરા જેલનો ઉપયોગ કરો.

ઉનાળાની ઋતુમાં તડકો, પરસેવો, ધૂળ અને પ્રદૂષણના કારણે ત્વચા પર સૌથી વધુ અસર થાય છે. જેના કારણે સ્કીન ટેન થઈ જાય છે. આ સાથે જ ગરમીના કારણે ફોલ્લીઓની સમસ્યામાં પણ વધારો થાય છે.