સની દેઓલની આ આગામી 11 ફિલ્મો મચાવશે ધમાલ

બોર્ડર 2 : સની દેઓલે હાલમાં જ આ ફિલ્મની જાહેરાત કરી છે. તે 1997ની બ્લોકબસ્ટર 'બોર્ડર'ની સિક્વલ છે, જે 23 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થશે.

લાહોર 1947: નિર્દેશક રાજકુમાર સંતોષીની આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે આ ફિલ્મ આમિર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે. આ મેગા બજેટ ફિલ્મ 26 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થશે.

રામાયણ: નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં સની દેઓલ હનુમાનનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ 2025માં રિલીઝ થશે. ફિલ્મનું બજેટ 835 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ભારતીય સિનેમાની આ સૌથી મોંઘી ફિલ્મ છે.

સફર : આ ફિલ્મમાં સની દેઓલની સાથે સલમાન ખાન અને સિમરન પણ જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક શશાંક ઉદયપુરકર છે. આ ફિલ્મ આ વર્ષે સ્ક્રીન પર આવી શકે છે.

B.A.A.P.: વિવેક ચૌહાણ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તૈયાર છે. ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત સંજય દત્ત, જેકી શ્રોફ અને મિથુન ચક્રવર્તીની પણ મહત્ત્વની ભૂમિકા છે.

અપને 2: સની દેઓલ, બોબી દેઓલ અને ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે અને તેનું નિર્દેશન અનિલ શર્મા કરશે. આ ફિલ્મમાં કરણ દેઓલ પણ જોવા મળશે.

મા તુઝે સલામ 2 : નિર્માતા મહેન્દ્ર ધારીવાલે 2002ની ફિલ્મ 'મા તુઝે સલામ'ની સિક્વલની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે સની દેઓલ તેનો હીરો હશે. ફિલ્મની વાર્તા 'બાહુબલી' ફેમ વિજયેન્દ્ર પ્રસાદે લખી છે.

'ગદર 3': 'ગદર' અને 'ગદર 2'ની અભૂતપૂર્વ સફળતા પછી, નિર્દેશક અનિલ શર્મા હવે 'ગદર 3' પર કામ કરી રહ્યા છે, જેમાં સની દેઓલ ફરી એકવાર તારા સિંહના રોલમાં જોવા મળશે.

સૂર્યા : સની દેઓલની આ ફિલ્મ મલયાલમ હિટ ફિલ્મ 'જોસેફ'ની સત્તાવાર હિન્દી રિમેક હશે. તેઓ તેને નવેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરશે અને તે 2025માં રિલીઝ થઈ શકે છે.

સન ઓફ સરદાર 2 : અહેવાલ મુજબ, અજય દેવગન સ્ટારર 'સન ઓફ સરદાર'ની સિક્વલમાં અજયના સની દેઓલને લાવવાની ચર્ચા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી.

જન્મભૂમિ : એવી ચર્ચા છે કે સની દેઓલ રામ મંદિર વિવાદ પર એક ફિલ્મ પણ કરી રહ્યો છે, જેનું ટાઈટલ 'જન્મભૂમિ' છે. આમાં સની દેઓલ સાથે સંજય દત્ત પણ જોવા મળશે.