નિતેશ તિવારીની 'રામાયણ' માં Sunny Deol બનશે હનુમાન, એક્ટરે કર્યું કન્ફર્મ
Sunny Deolએ ફેન્સને સારા સમાચાર આપ્યા છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે તે નિતેશ તિવારીની 'રામાયણ' માં હનુમાનની ભૂમિકા ભજવશે.
એક્ટરે આ અટકળોને કન્ફર્મ કરી છે. તેણે પુષ્ટિ આપી કે તેઓ રામાયણ ફિલ્મમાં હનુમાનની ભૂમિકા ભજવશે.
એક્ટરે એક ઈવેન્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે, "હું 'રામાયણ' ફિલ્મમાં હનુમાન તરીકે કામ કરી રહ્યો છું, હા આ સાચું છે."
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તે ભગવાનમાં માને છે? જવાબમાં સનીએ કહ્યું, "ભગવાનમાં કોણ નથી માનતું? આપણે બધા ભગવાનને કારણે જ અસ્તિત્વમાં છીએ."
એક્ટરને પૂછવામાં આવ્યું કે, શું તેને હનુમાનની ભૂમિકા પડકારજનક લાગી? ત્યારે તેણે કહ્યું, "કલાકારોને પડકારજનક વસ્તુઓ ગમે છે. કારણ કે તેમાં મજા છે."
એક્ટરે કહ્યું, "અમારે પાત્રને ખૂબ જ મહેનત સાથે ભજવવું પડે છે. દિગ્દર્શક શું કહે છે તે સાંભળવું પડે છે. હું મારી જાતને પાત્રમાં એ રીતે ઢાળી દઉં છું કે લોકો તેના પર વિશ્વાસ કરે."
એક્ટરે જણાવ્યું કે તેણે હજુ સુધી 'રામાયણ' ફિલ્મનું શૂટિંગ નથી શરૂ કર્યું. તેણે કહ્યું કે આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મોમાંની એક હશે.
'રામાયણ' ફિલ્મમાં રણબીર કપૂર શ્રી રામના પાત્રમાં અને સાઈ પલ્લવી સીતા માતાના પાત્રમાં જોવા મળશે. લારા દત્તા કૈકેયીની ભૂમિકા ભજવશે અને શીબા ચઢ્ઢા મંથરાનું પાત્ર ભજવશે.