ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતાના વિલન રોલથી દરેકને દીવાના બનાવી રહી છે. આવી જ એક અભિનેત્રી છે સુમુખી પેંડસે.

અત્યારે સુમુખી ટીવી શો ‘પુકાર-દિલ સે દિલ તક’માં વિલનની ભૂમિકા ભજવી રહી છે. સુમુખીએ ઘણી ટીવી સિરિયલો ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સુમુખી તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. સુમુખી સિંગલ છે અને હજુ પણ જીવનસાથીની શોધમાં છે. જોકે, તે પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે.

ખાસ વાતચીતમાં તેણે કહ્યું- એવું નથી કે સારા માણસોની કમી છે, બસ એટલું જ છે કે મને યોગ્ય વ્યક્તિ મળ્યો નથી અને આમાં મને શાંતિ મળે છે.

તેણે કહ્યું, પાર્ટનર શોધવું એ કપડાં ખરીદવા જેવું નથી કે તમને પસંદ ન આવે તો રિપ્લેસ કરી દો. લગ્ન જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે.

મેં યોગ્ય જીવનસાથીની શોધ પૂરી કરી નથી. મારા નસીબમાં કોઈ લખેલું હશે તો મને મળશે. લગ્ન કરવા અને જીવનસાથી શોધવાની કોઈ ઉંમર હોતી નથી.

'હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને મારા ખાસ લોકો સાથે સમય પસાર કરું છું. મેં ત્રણ કૂતરાઓને પાળ્યા છે અને શિસ્તબદ્ધ જીવન જીવું છું.

હું મારા કૂતરાઓને દિવસમાં ત્રણ વખત બહાર લઈ જાઉં છું અને અમે એક કલાક બીચ પર વિતાવીએ છીએ. હું મારા હેપ્પી પ્લેસમાં છું.

સુમુખીની સિરિયલો વિશે વાત કરીએ તો, તેણે ‘દિલ સે દુઆ... સૌભાગ્યવતી ભવ’, ‘સિંદૂર તેરે નામ કા’ અને ‘કુસુમ’ જેવા શોમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે.