BWF પેરા બેડમિન્ટન વર્લ્ડ રેન્કિંગમાં ફ્રેન્ચ દિગ્ગજ લુકાસ માઝુરને પાછળ છોડીને સુહાસ યતિરાજ વિશ્વનો નંબર વન ખેલાડી બન્યા છે.

ત્યારબાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરતકરથી તેમણે કોમ્પ્યૂટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું હતું. પિતાના અવસાન બાદ સુહાસે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને સિવિલ સર્વિસમાં જોડાયા.

'ફાઈનલી વિશ્વનો નંબર વન, મને જણાવતા આનંદ થાય છે કે મારા જીવનમાં મેં પ્રથમ વખત, હું બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન પેરા બેડમિન્ટન રેન્કિંગમાં મેન્સ સિંગલ્સમાં નંબર વન રેન્કિંગ મેળવ્યું છે.'

પહેલા સુહાસ બેડમિન્ટન તેમના શોખ માટે અને ઓફિસનો થાક ઉતારવા માટે રમતા હતા. ધીરે ધીરે તેઓ તેમના શોખમાં આગળ વધતા ગયા અને સ્પર્ધાઓમાં મેડલ જીતતા ગયા. ત્યારબાદ તેમણે બેડમિન્ટન પ્રોફેશનલ રમવાનું શરુ કર્યું.

ઉત્તર પ્રદેશ કેડરના આ IAS અધિકારીનો જન્મ કર્નાટકના શિગોમામાં થયો હતો. તેઓ જન્મથી જ વિકલાંગ (પગની સમસ્યા) છે. સુહાસને નાનપણથી જ રમતગમત પ્રત્યે રૂચી હતી. જેમાં તેમને પિતા અને પરિવાર સહયોગ પણ મળ્યો હતો. પ્રારંભિક શિક્ષણ ગામડામાં લીધું હતું.

ત્યારબાદ 2016માં તેમણે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું શરૂ કર્યું. પરતું સુહાસ ચીનમાં રમાયેલી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ હારી ગયા હતા પણ હવે આજે તેઓ દુનિયાના નં. 1 પેરા બેડમિન્ટન ખેલાડી બની ગયા છે.