ચાહત ખન્નાએ નાના પડદા પર ઘણી સફળતા મેળવી અને ઘણી પોપ્યુલર સિરિયલનો હિસ્સો રહી છે. તેણે રામ કપૂર અને સાક્ષી તંવરની સિરિયલ 'બડે અચ્છે લગતે હૈં'થી દરેક ઘરમાં લોકપ્રિયતા મેળવી હતી.

પરંતુ તેની પર્સનલ લાઈફ હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. એક્ટ્રેસે બે વાર લગ્ન કર્યા પરંતુ તેના બંને લગ્ન નિષ્ફળ ગયા. પહેલા લગ્ન વર્ષ 2006માં ભરત નરસિંઘાની સાથે કર્યા હતા એક જ વર્ષમાં પતિ સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને છૂટાછેડા લીધા હતા.

ચાહત ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં ફરહાન મિર્ઝા સાથેના બીજા લગ્ન વિશે વાત કરી હતી. જેમાં તેણે ફરહાન સાથે લગ્ન માટે ઈસ્લામ સ્વીકારવાની વાત કરી હતી.

તેણીએ કહ્યું કે તેના પૂર્વ પતિ ફરહાને તેણીને ધર્મ પરિવર્તન કરાવવા માટે છેતરી હતી. 'ફરહાને ઈસ્લામ સ્વીકારવા માટે મારું બ્રેઈનવોશ કર્યું હતું. પણ સદનસીબે હવે હું ઘરે પાછી ફરી છું.'

વધુમાં કહ્યું, 'ફરહાને મને કહ્યું હતું કે, તારા ભગવાનની પૂજા ન કર. ધર્મનું પાલન કરવાનો આ યોગ્ય માર્ગ નથી. હું નાદાન હતી અને એ બધું જ કરતી ગઈ.'

એક્ટ્રેસના કહેવા મુજબ તે લગ્ન કરવા માંગતી હતી, તેથી તેણીએ વાતોમાં આવીને આરામથી આ ધર્મ અપનાવ્યો હતો. પરંતુ હવે તે ફરીથી પોતાનો મૂળ ધર્મ અપનાવી રહી છે.