ફોન ચોરી થવાની ઘટનાઓ દરરોજ સામે આવતી હોય છે. તેવામાં હવે ફોન ટ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે.

તેનો મતલબ કે હવે તમે ફોનની લોકેશન ટ્રેક કરી શકો છો. તેના માટે તમારે ફોનમાં આ સેટિંગ ચાલુ કરવું પડશે.

અમે વાત કરી રહ્યા છે FInd My Deviceના સેટિંગની. આ સેટિંગની મદદથી તમે તમારા ખોવાયેલ અથવા ચોરી થયેલા ફોનને ટ્રેક કરી શકો છો.

જો તમે એન્ડ્રોઇડ યુઝર હોવ તો તમારે ફોનની સેટિંગમાં જઈને Find My Deviceની સેટિંગને ઑન કરવી પડશે. આ સેટિંગ તમને સિક્યોરીટીન વિકલ્પમાં મળશે.

આ સેટિંગને ઑન કારતાની સાથે જ જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરી થાય તો તમે android.com/find પર જઈને ફોનની લોકેશનને ટ્રેક કરી શકશો.

તમારા ફોનને શોધવા તમારે આ પેજ ઉપર જઈને ગૂગલ એકાઉન્ટથી સાઇન ઇન કરવું પડશે. જ્યાં તમારા તમામ ડિવાઇસની લિસ્ટ આવશે, જેમાં એકાઉન્ટ એક્ટિવ થયેલું બતાવશે.

તમે મેપ પર જઈને તમારા ખોવાયેલા ફોનને શોધી શકો છો. જેમાં તમને અનુમાનિત લોકેશન સાથે સાઉન્ડ પ્લે, લોક ડિવાઇસ અથવા ઇરેઝ ડેટાનો વિકલ્પ પણ જોવા મળે છે.

આની સાથે જ તમે તમારા ફોનને સ્વિચ ઓફ કરવા માટે પાસવર્ડના ફિચરનો પણ ઉપાયોગ કરી શકો છો. જેનાથી પાસવર્ડ વગર તમારો ફોન સ્વિચ ઓફ નહીં થાય.

તે કરવાથી જો કોઇને તમારો ફોન મળી પણ જાય છે તો તે ફોનને સ્વિચ ઓફ નહીં કરી શકે. જેના કારણે તમારો ફોન શોધવા માટે તમને પૂરતો સમય મળી જશે.