ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે શરૂ કરી કારકિર્દી, આજે છે સૌથી વધુ ફી લેતી ટીવી એક્ટ્રેસ

આજે (30 મે) જાણીતી ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ તેનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે.

જેનિફર ટીવી પર સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક એપિસોડ કરવા માટે 1થી 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે. રિપોર્ટ્સ અનુસાર તેની નેટવર્થ 50 કરોડ રૂપિયા છે.

જેનિફરે ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'અકેલે હમ અકેલે તુમ)' (1995) થી કરી હતી, ત્યારબાદ તે ટીવી સિરિયલ 'શકા લકા બૂમ બૂમ' (2002) માં જોવા મળી હતી. આ સિરિયલમાં તેણે પિયા નામનું પાત્ર ભજવ્યું હતું.

બાદમાં, જેનિફર એકતા કપૂરની સિરિયલ 'કસૌટી જિંદગી કી' નો ભાગ બની હતી. તેમાં તે સ્નેહા બજાજની ભૂમિકામાં જોવા મળી હતી.

જેનિફર 'દિલ મિલ ગયે' (2009) સિરિયલથી ટીવી પર પ્રખ્યાત થઈ હતી. આ સિરિયલમાં તે ડો. રિદ્ધિમાના પાત્રમાં જોવા મળી હતી. આ શોમાં જેનિફર કરણ સિંહ ગ્રોવર સાથે જોવા મળી હતી.

જેનિફરે સંજય લીલા ભણસાલી નિર્મિત સિરિયલ 'સરસ્વતીચંદ્ર' માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમાં તે કૌમુદદેસાઈના પત્રમાં જોવા મળી હતી.

અત્યાર સુધી સિમ્પલ ભૂમિકાઓ ભજવી ચૂકેલી જેનિફરે 'બેહદ' સિરિયલમાં સાયકોનું પાત્ર ભજવ્યું હતું. આ ભૂમિકામાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

ટીવી સિરિયલ ઉપરાંત, જેનિફરે વેબ સિરીઝ 'કોડ એમ' માં પણ કામ કર્યું છે, જેમાં તે એક આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિરીઝ માટે જેનિફરને ફિલ્મફેર ઓટીટી એવોર્ડમાં નોમિનેશન પણ મળ્યું હતું.

આ દિવસોમાં જેનિફર વિંગેટ રિયાલિટી શો 'ટ્રેટર્સ' માટે ચર્ચારમાં છે. આ શોમાં કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળશે.

તમને જણાવી દઈએ કે કરણ અને જેનિફરના લગ્ન 2012માં થયા હતા અને 2014માં છૂટાછેડા થઈ ગયા હતા.