આ 'ડિટોક્સ વોટર'થી દિવસની કરો શરૂઆત હેલ્થ પ્રોબ્લેમ થશે દૂર
સોમવારે દિવસની શરૂઆત આદું, લીંબુ અને હળદરના પાણીથી કરો. આ ઈમ્યુનિટી વધારવાની સાથે પાચન અને વેટ લોસમાં લાભદાયી છે.
મંગળવાર સવારે મેથી દાણાવાળું પાણી પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને સાથે જ આ મેટાબોલિઝ્મ વધારવામાં પણ ખૂબ અસરદાર છે.
બુધવાર સવારે દૂધવાળી ચાને સાઈડ કરીને જીરાનું પાણી પીવો જે તમારા વજનને ઘટાડે છે અને સાથે જ આનું થોડું પ્રમાણ પાચન સંબંધિત મુશ્કેલી દૂર કરવા માટે પૂરતું છે.
ગુરુવારના દિવસે અજમાનું પાણી પીવો. જે ગેસ, બ્લોટિંગ, અપચો કે પેટ સંબંધિત મોટાભાગની સમસ્યાઓને કારગર સારવાર છે.
શુક્રવારે લીંબુ, કાકડી કે ખીરાવાળું પાણી પીને સવારની શરૂઆત કરી શકો છો. આ તમને આખો દિવસ હાઈડ્રેટ રાખવાની સાથે તાજા પણ રાખશે અને આને પીવાથી બોડી પણ ડિટોક્સ થશે.
શનિવારે ફુદીનો અને તુલસીના બીજ પીવાથી બ્લોટિંગની પ્રોબ્લેમ દૂર થાય છે. આ સિવાય આ શરીરની જામેલી ગંદરીને દૂર કરીને તમને હેલ્ધી રાખવામાં મદદ કરશે.
રવિવારે આ દિવસની શરૂઆત તમે વરિયાળીના પાણીથી કરી શકો છો. તેનાથી પાચન તંદુરસ્ત રહે છે. વજન ઘટાડવામાં મદદ મળે છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય.