કરીના કપૂર અને સૈફ અલી ખાન ગણેશ ચતુર્થીની પૂજામાં રેડ આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું. કપલ ટ્રેડિશનલ લુકમાં ફ્લોન્ટ કરતું જોવા મળ્યું હતું.
રિતેશ દેશમુખ પણ પત્ની જેનેલિયા સાથે ફંક્શનમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન જેનેલિયા સિલ્કના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ દરમિયાન સલમાન ખાન એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. તે બ્રાઉન રંગના શર્ટ સાથે સફેદ પેન્ટ અને ચપ્પલ પહેરીને જોવા મળ્યો હતો.
ઑફ-વ્હાઈટ પ્રિન્ટેડ સાડી પહેરીને માધુરી દીક્ષિત પણ ગણપતિ બાપ્પાના દર્શન કરવા પતિ સાથે એન્ટિલિયા પહોંચી હતી.
રેખા લીલા રંગની બનારસી સાડી, વાળમાં ગજરા અને હેવી જ્વેલરી પહેરીને પણ ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા આવી હતી. આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આમિર ખાન પણ તેના બંને દીકરા જુનૈદ ખાન અને આઝાદ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા આવ્યો હતો.
અનિલ કપૂર તેની પત્ની, દીકરી સોનમ કપૂર અને જમાઈ આનંદ આહુજા સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન સોનમ રેડ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આયુષ્માન ખુરાના પત્ની તાહિરા કશ્યપ સાથે ફંક્શનમાં આવ્યો હતો. એક્ટર ઓફ-વ્હાઇટ કુર્તામાં જોવા મળ્યો હતો, જ્યારે તાહિરા લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
સચિન તેંડુલકર પત્ની અંજલિ તેંડુલકર સાથે પહોંચ્યો હતો. આ પ્રસંગે અંજલિ ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. તેની સાદગીના કારણે દરેક ફેન્સ તેને પસંદ કરે છે.
તમન્ના ભાટિયા પણ બાપ્પાના આશીર્વાદ લેવા એન્ટિલિયા પહોંચી હતી. તેણે જાંબલી રંગનો લહેંગા પહેર્યો હતો. કપાળ પર બિંદી અને બનમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ગણપતિના દર્શન કરવા એન્ટિલિયા પહોંચ્યા હતા. કિયારાએ ઓફ-વ્હાઈટ અનારકલી અને સિદ્ધાર્થે ઓરેન્જ કલરનો શોર્ટ કુર્તો પહેર્યો હતો.
અનન્યા પાંડેએ ગોલ્ડન કલરની સાડી પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી. એક્ટ્રેસે સ્ટાઇલિશ સાડી કેરી કરી હતી અને મેચિંગ હેન્ડબેગ પણ લીધું હતું.
સારા અલી ખાન જાંબલી બ્લાઉઝ, દુપટ્ટા અને મલ્ટિકલરના બનારસી લહેંગામાં ફ્લોન્ટ કર્યું. તે ફંક્શનમાં ભાઈ ઈબ્રાહિમ અલી સાથે પોઝ આપતી જોવા મળી હતી.
સંજય કપૂરની દીકરી શનાયા કપૂર પણ લાલ રંગની સાડી પહેરીને બાપ્પાના દર્શન કરવા આવી હતી. શનાયાએ હેવી જ્વેલરી અને બન હેરસ્ટાઈલ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર લાલ સૂટ પહેરેલી જોવા મળી હતી. આ દરમિયાન તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી.