બોલિવૂડ અભિનેત્રી ખુશી કપૂરે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે સોમવાર, 30 જુલાઈના રોજ ઈન્ડિયા કોચર વીક 2024માં ગૌરવ ગુપ્તાના કલેક્શન માટે પહેલી વખત રેમ્પ પર વોક કર્યું હતું.
આ રેમ્પ વોક પહેલા ખુશીએ તેની મોટી બહેન જાહ્નવી પાસેથી ખાસ સલાહ લીધી હતી. ખુશી કપૂરે સિલ્વર ફિશટેલ લહેંગા પહેર્યો હતો, જેની સાથે તેણે પુલ સ્લીવ્ઝ સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યું હતું.
બીજી તરફ, ખુશીના 'ધ આર્ચીઝ' સ્ટાર અને રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈનાએ મેચિંગ બ્લેક પેન્ટ સાથે ક્લાસિક બ્લેક શેરવાની પહેરી હતી.
ખુશી અને વેદાંગ રેમ્પ પર એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા હતા. વેદાંગ રૈનાની સાથે, જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ પણ ખુશીની ઇન્સ્ટા પોસ્ટ પર કોમેન્ટ કરી છે.
રેમ્પ વોક દરમિયાન ખુશી કપૂર અને વેદાંગ રૈના વચ્ચે કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી, જે તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ખુશી અને વેંદાગ રેમ્પ પર એકબીજાને જોઈને સ્માઇલ આપી રહ્યા હતા.
વેદાંગે ખુશીથી રેમ્પ પર કેટલાક સ્ટાઇલિશ પોઝ આપ્યા હતા. ખુશીએ ફેશન શોની પડદા પાછળની તસવીરો પણ શેર કરી છે, જેમાં તેની અને વેદાંગની કેમેસ્ટ્રી જોઈ શકાય છે.
ખુશી કપૂરે ઇવેન્ટ પછી મીડિયા સાથે વાત કરતા તેના ફર્સ્ટ રેમ્પ વોકનો અનુભવ શેર કર્યો. ખુશી કપૂરે જણાવ્યું કે, તેની મોટી બહેન જાહ્નવી કપૂરે તેને ફેશન શો ડેબ્યૂ કરતા પહેલા 'શાંત' રહેવાની સલાહ આપી હતી.
ખુશી કપૂરે કહ્યું, "હા, જાહ્નવીએ મને શાંત રહેવાની અને મ્યુઝિક સાંભળવાની સલાહ આપી હતી." ખુશીએ કહ્યું કે, જાહ્નવીએ તેના રનવે ડેબ્યૂ પહેલા તેને કહ્યું હતું કે 'મારે બસ હું જ રહેવું જોઈએ.'
વેદાંગ રૈના સાથે રેમ્પ પર વોક કરવા પર ખુશી કપૂરે જણાવ્યું કે, તે જેની સાથે કમ્ફર્ટેબલ હતી તેની સાથે વોક કરી રહી હતી. આનાથી તેના માટે અનુભવ ઓછો તણાવપૂર્ણ બન્યો.
તે નર્વસ નહોતી કારણ કે તે બીજી વ્યક્તિ સાથે કમ્ફર્ટેબલ હતી. સાથે જ વેદાંગ રૈનાએ કહ્યું કે, બંને એકબીજાને ઓળખે છે. આવી સ્થિતિમાં સેટ પર કમ્ફર્ટ હતો, અમારા કમ્પેનિયનશિપમાં કમ્ફર્ટ હતો.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ખુશી કપૂર તેની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'નાદાનિયાં' માટે સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલી ખાન સાથે શૂટિંગ કરી રહી છે.
નવી દિગ્દર્શક શૌના ગૌતમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કરણ જોહરના બેનર હેઠળ બની રહી છે. આ દરમિયાન વેદાંગ રૈના વાસન બાલાની 'જિગરા'માં જોવા મળશે, જેમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.