શ્રી ચરણીએ મહિલા T20 વર્લ્ડ કપમાં તોડ્યો 6 વર્ષ જૂનો રેકોર્ડ

સોર્સ : Google

ભારતની લેફ્ટ આર્મ સ્પિનર ​​શ્રી ચરણી મહિલા T20 વર્લ્ડ કપ 2026માં પોતાનો જાદુ ચલાવી રહી છે. વિરોધી બેટ્સમેન શ્રી ચરણીના સ્પિનનો સામનો કરવા અસમર્થ છે. આ જ કારણ છે કે તેણે આ ટુર્નામેન્ટમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

સોર્સ : Google

બાંગ્લાદેશ સામે બે વિકેટ લઈને, તે એક જ મહિલા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારી ભારતીય બોલર બની ગઈ છે.

સોર્સ : Google

શ્રી ચરણીએ 2020ના T20 વર્લ્ડ કપમાં 10 વિકેટ લેનાર લેગ-સ્પિનર ​​પૂનમ યાદવનો રેકોર્ડ તોડ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ ટુર્નામેન્ટમાં શ્રી ચરણીની બોલિંગમાં ચાર કેચ પણ છૂટ્યા છે. જો આ કેચ લેવામાં આવ્યા હોત, તો તેણે વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો હોત.

સોર્સ : Google

એક જ T20 વર્લ્ડ કપ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડની એમિલિયા કેરના નામે છે, તેણે 15 વિકેટ લીધીછે. શ્રી ચરણીની હાલમાં 12 વિકેટ છે. જો 4 કેચ ન છૂટ્યા હોત, તો તેની 16 વિકેટ થઈ ગઈ હોત.

સોર્સ : Google

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી મેચમાં, ભારતે બાંગ્લાદેશને 20 ઓવરમાં 136 રનમાં રોકી દીધું. રાધા યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. શ્રી ચરણીએ બે વિકેટ લીધી. નંદિની શર્મા અને રેણુકા સિંહ ઠાકુરે એક-એક વિકેટ લીધી.

સોર્સ : Google