અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ ગઈ છે અને વેડિંગ કાર્ડ પણ સામે આવી ગયું છે. અંબાણી પરિવારે પતાના નાના દીકરાના લગ્નના કાર્ડને ખૂબ જ શાનદાર રીતે ડિઝાઇન કરાવ્યું છે.

ભારતીય કળા અને સંસ્કતિથી પ્રેરિત આ કાર્ડ પાછળનો વિચાર બધાને આકર્ષિત કરી રહ્યો છે.

કાર્ડ બોક્સનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે આમંત્રણ સાથે મહેમાનોને દોરુખા પશ્મીના શૉલ પણ આપવામાં આવી છે.

કાશ્મીરનો દોરુખા પશ્મીના શૉલ એક તરફ વાદળી અને એક તરફ જાંબી રંગની છે. શૉલ જોવામાં જેટલી સુંદર લાગે છે તેને બનાવવામાં પણ એટલી જ મહેનત લાગે છે.

શૉલ બનાવનાર શ્રીનગર કાશ્મીરના ગુલાબ મોહમ્મદ બેગે જણાવ્યું કે, દોરુખા પશ્મીના શૉલ ટેક્સટાઇલ વર્લ્ડમાં લક્ઝરી અને સુંદર કળાને શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે.

બેગ કહે છે, ‘દોરુખા શૉલ પોતાની ડિટેઇલ એમ્બ્રોયડરી માટે જાણીતી છે, જેમાં પ્રતિ વર્ગ સેન્ટિમીટર 500 સ્ટિચ હોય છે. બધી સિલાઈ એવી હોય છે કે ડિઝાઇન બંને તરફ સરખી દેખાય છે.’

આ ખાસ પ્રકારની શૉલ બનાવવા માટે માત્ર કુશળતા જ નહીં પણ ધીરજ અને સમયની પણ જરૂર હોય છે. બેગ કહે છે, ‘એક માસ્ટરપીસ દોરુખા જામાવર શૉલ માટે 2.5 વર્ષ કરતા વધુ સમય લાગે છે.’

દોરુખા પશ્મીના શૉલની કિંમત તેના પર કરવામાં આવેલી એમ્બ્રોયડરીથી નક્કી થાય છે. હળવી ઓમ્બ્રોયડરીવાળી શૉલની કિંમત 10 હજારથી 12 હજાર રૂપિયા હોય છે જ્યારે હવી એમ્બ્રોયડરવાળી શૉલ તેનાથી થોડી મોંઘી હોય છે.

પશ્મીના ઉન લદ્દાખના ઊંચા વિસ્તારમાં મળતી ચાંગપંથી બકરીઓથી મળે છે જે પોતાની સોફ્ટનેસ અને ગરમાવા માટે ફેમસ છે. તેનાથી બનેલી દોરુખા પશ્મીના શૉલ ખૂબ જ સોફ્ટ હોય છે અને ઠંડીમાં ખૂબ ગરમાવો આપે છે.